Food Ni Vaat : Food Magazine – Food Business News

Importance of Money in Business Food Ni Vaat

બિઝનેસમાં નાણાંનું મહત્વ

Importance of Money in Business : આપણે ફૂડ સંબંધિત કોઈ પણ બિઝનેસ સાથે જોડાયેલ હોય ત્યારે સામાન્ય રીતે આપણું મોટા ભાગનું ફોકસ આપણું સેલ્સ વધારવામાં હોય છે. પણ, શું આપ એ કદી ચેક કરો છો કે આપણા બિઝનેસમાં જે પ્રમાણમાં ખર્ચ વધે છે એની સામે સેલ્સમાં કેટલા પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે?
આપણા બિઝનેસમાં દા. ત. કોઈ ચોક્કસ ખર્ચમાં વધારો થઇ રહ્યો છે જેમ કે સેલ્સ અને માર્કેટિંગ, ઓફિસ અને એડમીન તો એ ખર્ચ જે પ્રમાણમાં વધે છે, એની સામે સેલ્સ વધે છે? એવું તો નથીને આપણા બિઝનેસમાં સેલ્સ વધવાની સાથે આપણા બિઝનેસની જવાબદારીઓ પણ વધી રહી છે. દા. ત. સીસીની (કેશ ક્રેડિટ) લિમિટ વધી રહી છે, સપ્લાયરને દેવાના બાકી વધી રહ્યા છે, એવું તો નથીને આપણા બિઝનેસમાં સેલ્સ વધે છે એની સાથે આપણી ઉઘરાણી પણ વધે છે. તો, સેલ્સ વધવાની સાથે આપણી ઉઘરાણી વધી રહી છે, ઓછી થઇ રહી છે કે તેમાં કોઈ ફેરફાર નથી. આપણે એ કોઈ દિવસ ચેક કરીયે છીએ, કે આપણે છેલ્લા ૧૨ મહિનાનું જે સેલ્સ છે એના કેટલા % ઉઘરાણીમાં બાકી છે? ૬૦%, ૫૦%, ૪૦% કે તેનાથી ઓછા..!
તમારા બિઝનેસમાં તમે અનુભવ કર્યો હશે કે, જયારે તમારા બિઝનેસમાં રોકડની અછત હોય ત્યારે, તમારે તમારા બિઝનેસમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તમારા બિઝનેસમાં જયારે રોકડની અછત હોય ત્યારે નીચે પ્રમાણે નુકશાની જવાની શક્યતા રહેલી હોય છે.
(૧) તમે તમારા સપ્લાયરને સમયસર પેમેન્ટ નથી કરી શકતા, જેને કારણે તમારા સપ્લાયર તમને સમયસર માલની ડિલિવરી નથી કરી શકતા, અને અમુક સંજોગોમાં તે માલની ડિલિવરી કરે છે તો તેની ક્વોલિટી બરાબર નથી હોતી. તેને લીધે તમારી માર્કેટમાં જે ઇમેજ છે તેને હાનિ પહોંચે છે.
(૨) અમુક સંજોગોમાં તમે તમારા કર્મચારીઓને સમયસર સેલેરીનું પેમેન્ટ નથી કરી શકતા જેને કારણે સારા કર્મચારીઓ તમારી કંપની છોડીને ચાલ્યા જતા હોય છે. જેથી તમારા બિઝનેસને તેને કારણે લાંબા ગાળે નુકસાની થતી હોય છે.
(૩) ઘણી વાર તમારે તમારો માલ તેની મૂળ કિંમત એટલે કે તેની પડતર કિંમત કરતા પણ નીચા ભાવે વેચવો પડતો હોય છે અથવા માર્કેટ કિંમત કરતા પણ નીચા ભાવે વેચવો પડતો હોય છે.
(૪) આપણે કોઈ માર્કેટિંગનો ખર્ચો કરવો હોય તે નથી કરી શકતા.
(૫) આપણે આપણાં બિઝનેસમાં જયારે બિઝનેસ ગ્રોથ કરવા માટે પૈસાની જરૂર હોય તે પૈસા આપણી પાસે હોતા નથી કારણ કે આપણા બિઝનેસમાં રોકડની અછત હોય છે અને આપણી પાસે કોઈ મોટો ઓર્ડર આવે તો તે મોટા ઓર્ડરને પૂરો કરવા માટે પણ આપણી પાસે ફંડ હોતું નથી જેથી બિઝનેસમાં નુકસાન વધે છે.
(૬) માર્કેટમાં આપણું કોઈ રો-મટીરીઅલ ઓછા ભાવે મળતું હોય અને એડવાન્સમાં પેમેન્ટ કરવાનું હોય તો તે પૈસા આપણી પાસે હોતા નથી, અને એ તક આપણે ગુમાવીયે છીએ જેને કારણે બિઝનેસમાં નુકસાની કરીયે છીએ.
દરેક બિઝનેસની જેમ ફૂડ સંબંધિત બિઝનેસમાં પણ ફેલ થવાનું એક મુખ્ય કારણ કયુ હોય છે શું તે તમે જાણો
छो?
કારણ એ છે કે આપણે આપણાં બિઝનેસની સૌથી કિંમતી મિલકત વિષે જાણતા હોતા નથી અને તે મેનેજ કરવામાં આપણે મુશ્કેલીનો સામનો કરતા હોઈએ છીએ. તમને જાણતા આશ્ચર્ય થશે કે આપણા બિઝનેસની સૌથી કિંમતી મિલકત આપણી ઓફિસ, ફેક્ટરી, મશીનરી કે સ્ટોક નથી પરંતુ તે છે કેશ એટલે કે લિકિવિડિટી…!
તો મિત્રો આપણા બિઝનેસમાં કેશ કયાંથી કેટલી આવે છે એટલે રોકડા કેટલા કચાંથી આવે છે અને રોકડા કેટલા કઈ જગ્યાએ વપરાય છે અથવા ઇન્વેસ્ટ થાય છે? તેની જાણ હોવી આપણે જરૂરી છે. તેની જાણ હોવી દરેક બિઝનેસમેનને જરૂરી છે અને જે બિઝનેસમેનને એ ખ્યાલ આવી જાય કે એના કોઈ પણ નિર્ણયની તેના બિઝનેસના કેશફલૉ ઉપર શું અસર થશે, તો એ બિઝનેસમેન એના બિઝનેસને ખુબ જ સારી રીતે મેનેજ કરી શકે છે અને એના બિઝનેસને ખુબજ સરસ રીતે ગ્રો કરી શકે છે.
જયારે આપણે આપણા બિઝનેસમાં કેશ બરાબર રીતે મેનેજ નથી કરી શકતા ત્યારે આપણે આપણા બિઝનેસમાં ઘણા
બધા પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે, જેમ કે…
૧) આ મહિનાની સેલેરી આપણે કેવી રીતે ચુકવશું?
ર) કયાં સપ્લાયરને પેમેન્ટ આપવું અને કોને ન આપવું?
૩) આ મહિનાના ઘરના ખર્ચ કેવી રીતે કાઢશું?
૪) આ મહિને આપણે લોનના હપ્તાનું પેમેન્ટ કેવી રીતે કરશું?
શું આપને જાણ છે કે આપ દર મહિને જે ખર્ચનું પેમેન્ટ કરો છો તે બિઝનેસમાંથી કમાયેલા પૈસામાંથી કરો કરો છો ? કે સીસી (કેશ ક્રેડિટ) અથવા લોનના પૈસામાંથી કરી રહ્યા છો?
આપ દર મહિને જે પ્રોફિટ કમાવ છો તે પ્રોફિટ દર મહિને કેશમાં કેટલો કન્વર્ટ થાય છે?
“સામાન્ય રીતે આપણાં બીઝનેસમાં પ્રોફિટનો પ્રોબ્લેમ હોતો નથી પણ, લિકિવડિટીનો પ્રોબ્લેમ હોય છે”
શું આપ જાણો છો કે દર મહિને આપ જે પ્રોફિટ કમાઓ છો તે પ્રોફિટ ક્યાં રોકાય જાય છે અથવા કઈ જગ્યાએ ચાલ્યો જાણ છે?
સામાન્ય રીતે જયારે આપણે ઉધારીમાં માલ વેંચતા હોઈએ ત્યારે આપનો પ્રોફિટ ઉઘરાણીમાં રોકાય જતો હોય છે અથવા સ્ટોકમાં આપનો પ્રોફિટ બ્લોક થઇ જાતો હોય છે.
આપના બિઝનેસના પ્રોફીટ તેમજ કેશફલૉ પ્રોબ્લમના સોલ્યુશન માટે Ten Cashflow નો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *