

ફૂડની વાત : આજના સમયમાં લોકો પોતાની હેલ્થ પ્રત્યે ખુબ જ જાગૃત થયા છે. તેથી તેઓ પોતાની ખાન-પાન માટેની પંસદગી પણ બદલતા થઇ ગયા છે. તો સાથે સાથે વાર-તહેવાર કે લગ્ન પ્રસંગમાં પણ હવે ભોજન બાબતે પણ અનેકગણું નાવિન્ય જોવા મળી રહી છે. હેલ્થની બાબતે તો અમુક વ્યક્તિ કાયમી માટે ઇમ્યુનીટી તેમજ હેલ્થને ફાયદો થાય તે મુજબના ખોરાક તરફ વળતા થયા છે.
આ બાબતને ધ્યાનમાં રાખી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉત્પાદકો પણ હવે બુસ્ટ ઇમ્યુનીટી મળતી રહે તેવી પ્રોડકટ ડેવલોપ કરતાં થઇ ગયા છે. આમ પણ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ દરેક સમયે કંઇક નાવિન્ય પિરસતુ જ રહે છે. નવો ટેસ્ટ તથા નવી ફલેવર એ આ ઇન્ડસ્ટ્રીની એક અલગ ઓળખાણ છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઉદ્યોગકારો દિવસે ને દિવસે નવી પ્રોડકટનું ઉત્પાદન કરતા રહે છે, માટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ “દિને દિને નવમ્ નવમ્” કહેવુ અનીવાર્ય છે.
પહેલા ફરાળમાં સાબુદાણીની ખીચડી, સૂકી ભાજી, ચેવડો કે વેફર જેવી અમૂક જ પ્રોડકટ ઉપયોગમાં લેવાતી હતી. પરંતુ હવે ફરાળી ખાખરા, થેપલા, પરોઠા તેમજ ચેવડામાં પણ અવનવી વેરાયટી મળવા લાગી છે. નમકીન વિશેની વાત કરીએ તો અલગ અલગ આકાર સાથે અવનવા ફલેવરમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ થઇ છે. તો અનેક પ્રકારના ફલેવરવાળા બિસ્કીટનું માર્કેટ પણ ધણું વધવા લાગ્યું છે. કોઇપણ પ્રોડકટમાં હવે નાવિન્ય ખૂબ જ જોવા મળી રહે છે. તેમાં પણ ખાસ કરીને નાના પાંચ રૂપિયાવાળા પેકિંગનુ માર્કેટ તો ખુબ જ વિશાળ બની ગયું છે. વેફર, કુરકુરે, વેફર બિસ્કીટ, ચોકલેટ, પાસ્તા, ચેવડો, શીંગ ભુજીયા જેવી અનેક પ્રોડકટ તો બાળકો માટે ખુબ જ જાણીતી બની ગઇ છે. નવી ફ્લેવર, નવા સ્વાદ તેમજ ફૂડ પ્રોડક્ટની સેલ્ફ લાઈફ માટે ફૂડ કન્સલ્ટન્ટ પણ સતત કાર્યશીલ રહે છે. તો સાથે સાથે આ તમામ ફૂડ પ્રોડક્ટની ચકાસણી માટે ફૂડ લેબોરેટરીની માંગ પણ સતત વધતી રહેલી છે.
ફૂડ પ્રોસેસીંગ મશીનરીની વાત કરીએ તો આ બધી પ્રોડકટને બહુ ઝડપથી તૈયાર કરવામાં ફૂડ પ્રોસેસીંગ મશીનરીનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. દિવસે ને દિવસે ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતી મશીનરી બનતી રહે છે. તેમજ તેમાં કવૉલિટી પણ ખુબ જ સારી મેન્ટેઇન થઇ રહે તેના માટે ફૂડ પ્રોસેસીંગ મશીનરી મેન્યુફેકચરો ખૂબ જ પ્રયત્નશીલ છે. ફૂડના દરેક ઉત્પાદનને લગતી ઓટોમેટીક મશીનરીનું માર્કેટ પણ ખૂબ જ વિસ્તૃત થતું રહેલું છે. તો સાથે આ તૈયાર થયેલ ફૂડ પ્રોડકટને પેકિંગ કરવામાં પણ હવે આધુનિક પેકેજિંગ મશીન દ્વારા સારી રીતે પેક કરવામાં આવે છે. આથી પેકેજિંગ મશીનરી ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ પણ ખૂબ જ વધુ થતો રહે છે.
જ્યાં હોય ફૂડ ત્યાં હોય “ફૂડની વાત”
ફૂડની દૂનિયા ખૂબ જ વિશાળ છે. ‘ફૂડની વાત’ મેગેઝીન ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અવનવી વાત તથા ફૂડને લગતા સમાચાર / ન્યુઝ અને ટેકનોલોજીની માહિતી સાથે દર મહિને પ્રકાશીત કરવામાં આવે છે. ફૂડ ઇન્સ્ટ્રીઝમાં નવા વિચાર તથા નવા ઉત્પાદન સાથે આવતા તમામ સ્ટાર્ટઅપને અમો આવકારીએ છીએ.
Nice Artical.