

ફૂડની વાત : પિત્તશામક પ્રકૃતિ, સ્વાસ્થ્યપ્રદ, સ્વાદિષ્ટ અને રુચિકર ગુલકંદ નું ઉનાળામાં નિત્ય પ્રતિદિન સેવન કરવું જોઈએ. ચૈત્ર માસમાં ગુલકંદનું સેવન શરીરને ઠંડક અને એનર્જી પ્રદાન કરે છે. બજારમાં મળતાં ખાંડ અને ગુલાબના મિશ્રણથી અલગ આયુર્વેદિક ઔષધીય ગુલકંદ વિષે આજે આપણે જાણીશું.
અરબી ભાષામાં ‘ગુલ’નો અર્થ ફૂલ અને ‘કંદ’ એટલે મીઠાશ થાય છે. તડકાછાયામાં ૨૦ થી રપ દિવસે સાકર સાથે ગુલાબી ગુલાબની પાંદડીથી તૈયાર થયેલ ગુલકંદમાં લિચીના ઝાડનું મધ, પ્રવાલ પિષ્ટી, નાગરવેલના પાનનું સત્વ, વરિયાળી વગેરે મિલાવીને આયુર્વેદના જ્ઞાતા વૈદ્યો દ્વારા વૈદિક પદ્ધતિથી તૈયાર થયેલ ગુલકંદ રુચિકર, પિત્તનાશક, સ્વભાવે શીતળ અને ત્વરિત સ્થ્યલાભ આપતું ઔષધ બની જાય છે.
ગુલકંદ બનાવતી વખતે ગુલાબના ફૂલને ધોઈને પાંદડી અલગ કરી ખડી સાકર એટલે કે મિશ્રીના પાવડર સાથે ૧- ૧ લેયર બનાવીને ૨૦ દિવસ તડકામાં મુકવાથી કુદરતી રીતે ચાસણી આવી જાય છે. સાંજના સમયે કપડું ઢાંકેલું ગુલકંદનું વાસણ ઘરની અંદર મૂકી દેવું જોઈએ.
ગુલકંદ બનાવતી વખતે ગુલાબની પાંદડીનો કલર ઘાટો ગુલાબી રહેવો જરૂરી છે. ડાર્ક બ્લેક કલર થાય એટલી ગરમી આપવી હિતાવહ નથી. ગુલકંદની ચાસણી તૈયાર થયા પછી નક્કી કરેલ માત્રામાં લીચીનાં ફાર્મમાંથી કાઢવામાં આવેલ મધ તથા પ્રવાલ પિષ્ટી ઉમેરવાથી સ્વાસ્થ્ય લાભ ૩ ગણો થઇ જતો હોય છે.
પ્રવાલ પિષ્ટી અતિશીત પ્રકૃતિ ધરાવતી કુદરતી દરિયાઈ વનસ્પતિ છે જેને અનેક પ્રક્રિયાના અંતે આયુર્વેદના જાણકાર વૈધો દ્વારા ઉત્તમ આરોગ્યપ્રદ ઔષધિનું સ્વરૂપ અપાતું હોવાથી હાલ માર્કેટમાં રિયલ પ્રવાલ પિષ્ટી ખુબ જ ઊંચી કિંમતથી મળે છે.
પ્રવાલની શીતળતાને બેલેન્સ કરવા માટે વૈદિક ગુલકંદમાં થોડીમાત્રામાં નાગરવેલના પાનનું સત્વ ઉમેરવામાં આવતું હોય છે. વરિયાળીને પાણીમાં પલાળીને અધકચરી પીસીને થોડી જાવંત્રી એલચી નાખીને ગુલકંદને સ્વાદિષ્ટ બનાવવાની સાથે ઉત્તમ ગુણોથી પરિપૂર્ણ કરવામાં આવે છે. આ પ્રકારનું આયુર્વેદિક ગુલકંદ દરરોજ એક ચમચી પાણી કે દૂધ સાથે લેવામાં આવે તો અદભુત શીતળતાનો અનુભવ થાય છે.
આ પ્રકારનું આયુર્વેદિક ગુલકંદ શરીરની ગરમી, લૂ, લાગવી, મોંમા છાલાં પડવા, આંખો ની બળતરા, તળિયાની બળતરા, એસીડીટી, ખાટાં ઓડકાર ચામડીના રોગો, ચહેરા પર વારંવાર ફોલ્લીઓ થવી, પેટનું અલ્સર વગેરે કોઈપણ તકલીફમાં ફાયદાકારક છે.
” વૈદિક ગુલકંદમાં રિફાઇન્ડ સુગર એટલે કે ખાંડનો ઉપયોગ વર્જિત છે “
આ પ્રકારનું ગુલકંદ ઘેર બનાવવું શક્ય ના થઇ શકે તો બજારના ગુલકંદ કરતાં ‘મધુરાશ શાહી ગુલકંદ’ કે જે આ પ્રકારે વૈધોની સલાહ અનુસાર માત્ર મિશ્રી અને મધમાંથી બનાવેલું હોય છે, એનો ઓર્ડર કરીને મંગાવી શકાય છે. ગુલકંદની વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકો છો.
Pls contact Madhurash Gulkand Rajkot
Mo.93750 45615
Really Good Taste of Gulkand